આંગળી આપો તો પોંચો ઝાલશે,
મારશો ડફણાં તો સીધી હાલશે;
ઓળખી લીધી છે દુનિયાને અમે,
ઝખ્મ દેશે ને પછી પંપાળશે;
જોઇને અહી એકની માઠી દશા,
જો, બીજાઓ ફૂલશે ને ફાલશે;
બેવફાઈ હોય જો અંજામ તો,
કોણ દિલમાં પ્રેમની ઘો ઘાલશે?
કોઈ મારગ ચીન્ધનારું ક્યાં રહ્યું?
બસ, હવે જઈશું કદમ જ્યાં ચાલશે;
સૌ ફરે છે એકલા આ શહેરમાં,
ક્યાં સુધી કોઈ હાથ તારો ઝાલશે?
'પાર્થ' જે સાથે રહયાં'તા બે ઘડી;
ખોટ એની જિંદગીભર સાલશે.
5 comments:
વાહ...હિમલભાઇ
સરસ ગઝલ બની છે,કોઇ એક શેર અલગ નહીં તારવતાં આખી ગઝલને બિરદાવી રહ્યો છું.
આશા છે મારી ગઝલો પણ આપને અવશ્ય ગમશે,
મારી વેબસાઈટ-www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારી પ્રતિભાવ જણાવવા હાર્દિક નિમંત્રણ
LOVELY DEAR
KADVU SATYA SATHE MOTHI SHIKHAMNA AAPI CHHE MATE REAL CONGRATULATION
સરસ!
ખૂબ સુંદર ગઝલ સર
Post a Comment